Gujarat

ઉના દેલવાડા રોડ પર સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર મહીલા સહીત ત્રણને ગંભીર ઈજા…ઇજાગ્રસ્તોને 108 માં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં

ઉના દેલવાડા રોડ પર સ્કૂલ બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહીલા સહીત ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ઈમરજન્સી 108 માં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનોનો ચક્કાજામ થયા. બસ નું આગલું વીલ નીકળું ગયું. કારનો આગળનો મોરો ભૂકડો બોલી ગયો.
અંગેની જાણવા મળતી વિગત મુજબ વડોદરા ખાતે રહેતાં હસમુખભાઈ ડાયાભાઈ વૈષ્ણવ, વૈભવીબેન શુભમભાઈ વૈષ્ણવ, તેમજ જગદીશભાઈ પરમાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ કાર નંબર જીજે 06 પીસી 9707 માં ઉના દિવ રોડ પર આવેલ દેલવાડા તરફ થી ઉના આવી રહ્યા હતા. ત્યારે ઉના-દેલવાડા રોડ પર એ આર ભટ્ટ સ્કૂલ બસ અને કાર બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા મહીલા સહીત ત્રણ વ્યક્તિઓને હાથ, પગ, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા મુખ્ય રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતમાં સ્કૂલ બસનું આગલા વિલ તેમજ કારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો.
જોકે અકસ્માત દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને તાત્કાલિક ઇમરજન્સી 108 ને જાણ કરતા બે-બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને એમ્બ્યુલન્સના ઇ એમ ટી મયુરભાઈ ખંભાયતા, પાઇલોટ નારણભાઈ બાંભણીયા સહીતના સ્ટાફે ત્રણેય ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઉના ખાનગી હોસ્પિટલે આવ્યા હતા. જોકે અકસ્માત દરમિયાન કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હોય જ્યારે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાની થતી અટકી હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે પોલીસે આગળની બધુ તપાસ માટે તજવીજ હાથ ધરેલ છે.