આઈ.પી.એલ ૨૦૨૪ ની ૧૭મી સિઝનમાં શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમે દિલ્હી કેપિટલ્સ ને ૬૭ રનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમે ૧૯૯ રનમાં નવ વિકેટ ગુમાવી દીધી છે. નટરાજને કુલદીપ યાદવને આઉટ કરીને દિલ્હીને નવમો ઝટકો આપ્યો હતો. કુલદીપ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ મેચ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદ દસ પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમાંકે આવી ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડના ૩૨ બોલમાં ૮૯ રન, અભિષેક શર્માના ૧૨ બોલમાં ૪૬ રન અને શાહબાઝ અહેમદના ૨૯ બોલમાં અણનમ ૫૯ રનની મદદથી ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૬૬ રન બનાવ્યા હતા.
જવાબમાં દિલ્હી માટે જેક ફ્રેઝર મેકગર્કે તોફાની ઇનિંગ રમી હતી અને ૧૮ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા, પરંતુ તેના આઉટ થયા બાદ દિલ્હીનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૯૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી માટે કેપ્ટન રિષભ પંતે ૩૫ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે ટી. નટરાજને ચાર ઓવરમાં ૧૯ રન આપીને ચાર વિકેટ લીધી હતી.

