Gujarat

જામનગરમાં ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ તેમજ સલ્મ વિસ્તારોની સફાઈ કામગીરી કરવામાં આવી

જામનગર મહાનગર પાલિકા દ્વારા “નિર્મળ ગુજરાત 2.0” કાર્યકમ અંતર્ગત આજરોજ શહેરી વિસ્તારના તમામ ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ તેમજ સલ્મ વિસ્તારોની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીમાં શાખાના કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યા હતા.

આ કાર્યકમમાં આશરે જેટલા 280 સ્થાનિક લોકો અને 315 સફાઈ કર્મચારી દ્વારા આશરે 630 કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું. તેમજ શહેરની તમામ અલગ અલગ જાહેર અને સામુદાયક સ્થળ પર સફાઈ અને જરૂરી મરારમ મતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ અને બોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એનજીઓ સહિત વેપારી લોકો જોડાયા હતા.