Gujarat

રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ..

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જાવંત્રી ગામે જિલ્લા વિકાસ અધિકારી,પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ ના સીધા માર્ગદર્શન હેઠળ સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી જાવંત્રી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
જે કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોનું વજન અને ઊંચાઈ માપ કરાયું હતું.તેમજ કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.અને વાલીઓને ગ્રોથચાર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ પોષણયુક્ત આહાર, સ્વચ્છતા , એમ.એમ.વાય. યોજના તેમજ કિશોરીઓનું એચ.બી. ટેસ્ટ અને રસીકરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત જાવંત્રી ગામનાં સરપંચ, તલાટી , મેડિકલ ઓફિસર ,આર.બી.એસ.કે. ડોક્ટર, રિલાયન્સ ફાઉન્ડેશન માંથી આવેલ ઈમામ ભાઈ , સુપરવાઇઝર , પી.એસ.ઈ., આંગણવાડી કાર્યકર-તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ ગામની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

IMG-20240913-WA0100.jpg