Gujarat

સુરતમાં પતિએ સૂઈ રહેલી પત્નીનું ગળું કાપી હત્યા કરી

સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં પતિએ જ પત્નિનું ગળુ કાપી હત્યા કરી છે. રાત્રે સૂઈ રહેલી પત્નીનું પતિએ ગળું કાપી નાખ્યું છે. માતાનું ગળું કપાયેલી હાલતમાં જાેતા દીકરીઓએ બુમાબુમ કરી હતી. તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પતિ જયસુખ વાણિયા જ પત્ની નમ્રતાનો હત્યારો બન્યો છે. પતિ અવારનવાર દારૂ નો નશો કરી કામ પર જતો નહતો. ઘરમાં પતિ પત્ની સાથે ઝઘડો થતા પતિએ કરી હત્યા છે. સમગ્ર મામલે પોલીસે પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે. જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ દેવદગામ સન્ડે લગુન હાઇટ્‌સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતા બેનનો ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતા બહેન સુઈ ગયા હતા . મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નમ્રતા બહેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.. રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સુતા હતા ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્ની નું ગળું કાપી નાખતા આખો રૂમ લોહી થી લથબથ થઈ ગયો હતો.

મોટી દીકરી જાગી ગઈ અને આ દ્રશ્ય જાેતા બુમાબુમ કરી હતી. બાળકીએ તેમના દાદાને જગાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે નમ્રતા બહેનને મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈ ને છેલ્લા થોડા દિવસથી દારૂની લત લાગી ગઈ હતી. અને કામે પણ ન જતો હતો. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. ગત રાતે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતા બેનને ચપ્પુ મારી દીધું હતું આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગોડાદરા પોલીસ મથકનાં વિસ્તારમાં આવે વહેલી વહેલી સવારે ૨ વાગ્યાના અરસામાં આરોપી જયસુખ લાખાભાઈ વાણિયાનો નોકરી બાબતે ઝગડો થયો હતો.રાત્રી દરમિયાન તેમની પત્નીને ચપ્પુનાં ઘા મારી હત્યા કરી છે. ઘટનાની જાણ થવાની સાથે પોલીસ સ્થળે પહોંચી હતી.ફરિયાદ લઈ મૃતદેહને પીએમ અર્થ મોકલી આપ્યો હતો.

હત્યા પતિ જયસુખની અટકાય કરી હતી.પોલીસ તપાસમા સામે આવ્યું છે કે બે દિવસ પહેલા નોકરી બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો.આરોપી જયસુખ વાણિયા ઓનલાઇન એપ્લિકેશન મારફતે ડિલિવરી તરીકે કામ કરે છે.તેમની પત્ની રાબેતા મુજબ કામ કરતા હતા. બંને વચ્ચે કામ બાબતે ઝગડો થયો હતો. વધુમાં જણાવ્યું હતું કે આ જે ઘટના બની છે.એમના ઘરમાં પરિવાર સાથે સૂતા હતા.નોકરી બાબતે ઝગડો થયો હતો.આરોપી પોતાના ઘરમાં રહેલ ચપ્પુ વડે પત્ની નમ્રતા પર હુમલો કર્યો હતો.મહિલાનાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેના લીધે મહિલાનું મોત નિપજ્યું હતું.હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા જ સરથાણા વિસ્તારમાં યુવકે પોતાના પત્ની અને પુત્રની હત્યા કરી માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.ત્યાર બાદ યુવકે પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે શહેરમા બીજી ઘટના ગોડાદરા વિસ્તારમાં બની છે. અહી પણ ઘરમાં સૂતી પત્ની પર ચપ્પુ વડે પતિએ હુમલો કરી તેને મોતને ઘાત ઉતારી છે.હાલ મામલે ગોડાદરા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ છે.