Gujarat

સુરતમાં એસ.ઓ.જી પોલીસે ૧૦૦ કરોડના હવાલના કૌભાંડમાં ઓમ પંડ્યાની ધરપકડ કરી

સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ દુબઈમાં બેઠેલા મહેશ દેસાઈનો મુખ્ય આરોપી ઓમ પંડ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરતમાં ૧૦૦ કરોડથી વધુના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કેસમાં ર્જીંય્એ ૩ને પકડીને ૨૭.૩૮ કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાંથી હવાલા મારફતે આવતા નાણાંને ેંજીડ્ઢ્‌માં કન્વર્ટ કરનારા મકબુલ અબ્દુલ રહેમાન ડૉક્ટર, તેમના પુત્ર કાશિફ મકબુલ ડૉક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા ૪ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ત્યારે પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે.

પિતા-પુત્રના ૯ બેંક ખાતા ઉપરાંત વધુ ૧૫ બેંક ખાતાની માહિતી મળી હતી. આ સાથે સુરતમાં ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદના ઓમ પંડ્યાની એસઓજી પોલીસે ધરપકડ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. દુબઈમાં રહેતા મહેશ દેસાઈના કેસમાં ઓમ પંડ્યા મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના સોની ફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં દરોડો પાડીને મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેના પુત્ર કાશિફ મકબુલ ડોક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પિતા-પુત્રના મોબાઈલ ફોન પરથી ૧૫થી વધુ બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. નવ જેટલા બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા. જેના દ્વારા આરોપીઓ જુદા જુદા દેશોમાં લેવડ-દેવડ કરતા હતા. ૧૦૦ કરોડથી વધુના હવાલા ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈ રેસિડેન્સ વિઝા પણ હતો.