Gujarat

છેલ્લા 24 કલાકમાં વડગામમાં 5 ઇંચ તો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ છે. કાંકરેજ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, અમીરગઢ, સહિતના અનેક વિસ્તારમા ધીમીધારે તોક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બધાજ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થાય અને તમામ જળાશયો છલોછલ ભરાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાક પડેલ વરસાદ જોઈએ તો વાવમાં 20 mm થરાદમાં 24 mm ધાનેરામાં 59 mm દાંતીવાડામાં 56 mm અમીરગઢમાં 51 mm દાંતામાં 41 mm વડગામમાં 129 પાલનપુરમાં 69 ડીસામાં 50 દિયોદરમાં 17 mm ભાભરમાં 30 mm કાંકરેજમાં 08 mm લાખણીમાં 26 mm સુઈગામમાં 32 mm વરસાદ નોંધાયો છે.