Gujarat

જેતપુરમાં કોમ્પ્લેક્ષ, ફેકટરીઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફટી ના નામે મીંડું : તપાસ કરવા માંગ

જાગ્યા પછીનું ડાપણ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન સર્ક્યુલર જાહેર કરી બતાવ્યું
કુંભકર્ણ ની નિદ્રામાં રાજકોટ ટીઆરબી ગેમઝોનમાં તંત્ર ની ભ્રષ્ટનીતિ ના કારણે ૨૮ માસૂમ માનવ જિંદગીઓ હોમાઈ જતા દેશભરમાં ભારે પત્યાઘાત પડયા છે. ત્યારે નઠોર અને ભ્રષ્ટ તંત્ર જેતપુર પંથકમાં ફાયર સેફટીના નિયમો ની ધજીયા ઉડાવી મોલ, ફેકટરીઓ સહિત હોસ્પિટલો ધમધમાટ ચાલી રહી છે. જેના લોકોમાં ભારે પ્રત્યાઘાત પડવા સાથે તપાસની માંગ ઉઠવા પામી છે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ની રમત – રમતી સરકાર ની ભારે બેદરકારી વચ્ચે ફાયર સેફટી ના અભાવ વચ્ચે રાજકોટમાં ટીઆરબી ગેમઝોનમાં શોર્ટસર્કિટ ના કારણે ભયાનક આગ ભભૂકી ઉઠતા આનંદ ની ક્ષણ માતમમાં છવાઈ અને 800ડીગ્રી ગરમી વચ્ચે ૨૮ નિર્દોષ માનવ જીદંગી ક્ષણ ભરમાં હોમાઈ ગઈ.
આ ઘટના બાદ પણ અનેક વિસ્તારો માં હજુ પણ નિયમો નો ભંગ થતો હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના કે જે સાડી ઉદ્યોગ માટે જાણીતું છે ઔદ્યોગિક વિસ્તાર જેતપુરમાં લગભગ 3000 થી વધુ કારખાનાઓ આવેલા છે ઉપરાંત અનેક કારખાનાઓ એવા છે જેમાં બોઇલરોથી ચાલતા સાડી ના મશીનો આવેલા છે પરંતુ એ જગ્યાએ તંત્ર દ્વારા એનઓસી કે ફાયર સેફ્ટી મુદ્દે શૂન્ય પ્રકાશ જોવા મળી રહ્યો છે.
તેમજ શોપિંગ મોલ,કારખાના તેમજ બહુમાળી હોસ્પિટલો, પેટ્રોલ પંપ સહિત ફાયર સેફટી ના નિયમો ની ધજીયા ઉડાવી નિયમો વિરુદ્ધ ચાલતા હોવાની રાવ ઉઠવા પામી છે રાજકોટ ઘટના બાદ પણ ભ્રષ્ટ તેમજ રેઢિયાળ તંત્ર શબક શીખવા તૈયાર નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોટાભાગ ના એકમો પાસે ફાયર સેફટી સિસ્ટમ ડેવલોપ નથી કરી અથવા રીન્યુ કરાવી એનઓસી મેળવી નથી. આ તમામ ફેકટરીઓ તેમજ મોલ માં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઉઠવા પામી છે.
રાજકોટ ગેમ ઝોન બાદ તંત્ર દ્વારા ફક્ત તપાસ કરવામાં આવી રહી હોય તેવા નાટકો ચાલી રહ્યા છે. આ વચ્ચે જેતપુર જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા એક સર્ક્યુલર બહાર પાડી તમામ કારખાનાઓને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે પહેલા ફાયર એનઓસી તેમજ ફાયર સેફ્ટી વસાવી લેવાનું કહેવામાં આવ્યું છે એટલે કે અત્યાર સુધી આવા કારખાનાઓમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી રાખવામાં આવતી ન હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એક કારખાનામાં અંદાજે 400 થી 500 મજૂરો કામ કરતા હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓ  બને ત્યારે જ આ બધા જાગતા હોય છે તે દાખલો અહીં બેસાડ્યો છે. ખેર ખરેખર જાગ્યા પછીનું ડાપણ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ એસોસિએશનનેબતાવ્યું છે.