મારૂ શહેર સ્વચ્છ શહેર ઉદાહરણને સાર્થંક કર્યું….
ભારત ભરમાં ઉના નગર પાલિકાનો ચોથો ક્રમાંક મેળવેલ અને ગુજરાત પ્રથમ નંબર મેળવી ત્યારે આજે ઉનાના ધારાસભ્ય દ્રાર મુખ્ય હવેલી જવાના રસ્તે ગંદકી નજરે આવતાની સાથે પોતે નગર પાલિકાના સ્ટાફ સાથે ગંદકી અને ચોમાસામાં પાણીના નિકાલ માટે ગટરનું સમાર કામ કરાવેલ હતું. જ્યારે શહેરમાં વિવિઘ વિસ્તારોમાં ગંદકી દૂર થાય અને રોગચાળો ના ફેલાય તેથી સ્વછતા અભિયાન હાથ ધરતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ઉનામા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની દેખરેખ હેઠળ વિવિઘ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમની આગવી સુઝબુઝ અને વિકાસ કામો પ્રત્યેની સક્રીયતા થી ઉના નગરપાલિકાને ભારત દેશમા 4 નંબરની નગરપાલિકાનો શ્રૅષ્ઠ પુરષ્કાર મળ્યો છે. તેવા સંનિષ્ઠ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા ઉના નગરના રાજમાર્ગો ઉપર થયેલ ગંદકી બાબતે જાગ્રુતતા દાખવી હતી. અને શહેરના જુદા જુદા વિસ્તારો જુના બાલમંદિર વિસ્તારમાં થી તેમજ ઉના દેલવાડા રોડ ઉપર આવેલ ચાર થાંભલા નજીક થયેલા કચરાના ગંજને પોતાની હાજરીમાં જ નગર પાલિકાના સફાઇ કામદારોને સાથે રાખી સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મારૂ શહેર સ્વચ્છ શહેરના ઉદાહરણને સાર્થંક કર્યું હતું.