Gujarat

ગુજરાતમાં ઈન્ડિયાગઠબંધનની ૧૦ થી વધારે બેઠકો પર જીત થશેઃ કોંગ્રેસ નેતા મુકુલ વાસનીક

કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનીકનો ગુજરાતમાં મતદાનને લઈ મહત્વનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનની ૧૦ થી વધારે બેઠકો પર જીત થશે. તેમજ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાં નેતાઓ પ્રચાર માટે આવશે. તેમજ તેઓને મતદારો પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ જે રીતે હાલ અમે ગુજરાતમાં લોકોની પ્રતિક્રિયા જોઈ રહ્યા છીએ. તે જોતા હું મીડીયાને જણાવીશ કે ગુજરાતમાં ૧૦ જેટલી સીટો પર કોંગ્રેસનાં ઉમેદવાર જીતશે. ત્યારે આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ બાબતે કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. તેમજ ગુજરાતનાં તમામ લોકસભા સીટો પર અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.