પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરના કલ્યાણપુરા ગામે ડીજે નાં તાલે ધામધૂમ પૂર્વક પાલખિયાત્રા સાથે ગણેશ વિસર્જન કરાયું..
કલ્યાણપુરા ગામમાં શિવ યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગણેશોત્સવ દરમિયાન પાંચ દિવસ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરાય છે.ચા,પાણી,નાસતા ની ઉતમ વ્યવસ્થા સાથે આયોજન થાય છે..
સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ વચ્ચે ગણેશોત્સવ નો પ્રારંભ થયો હતો. સાથેજ ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે.ગણેશ મહોત્સવ નિમિતે કોઈ જગ્યાએ 1 દિવસ કોઈ જગ્યાએ 3 દિવસ તો કોઈ જગ્યાએ 5 અને 7 દિવસ એમ અલગ અલગ ગણેશોત્સવ મનાવવામાં આવે છે.ત્યારે માત્ર શહેર જ નહિ પણ હવે રાધનપુરના ગ્રામ્ય વિસ્તારો માં પણ ગજાનંદ ગણેશોત્સવનો દિવસે ને દિવસે અનોખો મહિમા વધ્યો છે. ત્યારે ગણેશ મહોત્સવ પર રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે શિવ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.સતત પાંચ દિવસ દરમિયાન સમસ્ત ગ્રામજનો એક પરીવાર બની મહોત્સવમાં જોડાયા હતા.તેમજ પાંચ દિવસ દરમિયાન રાત્રે ભવ્ય રાસગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન દરમિયાન સતત પાંચ દિવસ ચા,પાણી,નાસતા ની શિવ યુવક મંડળ દ્વારા ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી.અને પાંચમા દિવસે આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે નાં તાલે ધામધૂમ પૂર્વક લોકો જોડાયા હતા અને ગામમાં પાલખી યાત્રા નીકળી હતી.
સમગ્ર દેશમાં ગણેશોત્સવ ની સામુહિક ઉજવણી 1893માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે. ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં 1877-78માં આ પરંપરા શરૂ કરાઈ હતી.આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ પણ છેલ્લા 7 વર્ષથી અતિ ભવ્ય ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે.કલ્યાણપુરા ગામ ખાતે શિવ યુવક મંડળ દ્વારા સતત પાંચ દિવસ ગણપતિ મહોત્સવ નિમિતે રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે.જેમાં સમસ્ત ગ્રામજનો એક પરીવાર બની મહોત્સવમાં ભાગ લે છે .અને શિવ યુવક મંડળ કલ્યાણપુરા દ્વારા પાંચ દિવસ રાસ ગરબા આયોજન માં ચા,પાણી,નાસતા સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય આયોજન કરી મહોત્સવ ઉજવે છે. કલ્યાણપુરા શિવજી મંદિર થી રામજી મંદિર,થી લઈને સમગ્ર ગામની અંદર ડીજે નાં તાલે ગણપતિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગણેશોત્સવની પાલખિયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શ્રધ્ધાળુઓએ પૂજા અર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.






