પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને 10 મી સપ્ટેમ્બરથી 12 મી સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળશે નહીં
13 મી સપ્ટેમ્બરથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નર્મદા મુખ્ય નહેર આધારિત રાધનપુર – સાંતલપુર જુથ યોજના મારફતે પીવાનું પાણી મેળવતા રાધનપુર અને સાંતલપુર તાલુકાના તમામ ગામો તેમજ રાધનપુર શહેરના રહીશોને નાયબ કાર્યપાલક ઇજનેરનીની અખબારયાદીમાં જણાવવામાં આવે છે કે સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાણકપુર એચ. આર. ખાતે પાણીનું લેવલ ઘટી જવાથી રાણકપુર ઇન્ટેકવેલ ખાતે આવતા પાણીના ઘટાડો પામેલ હોય, તા.10/09/2024 થી તા.12/09/2024 દરમ્યાન ઉક્ત ગામો/ શહેરને પીવાનો પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં આપી શકાશે નહીં. તારીખ 13/09/2024 થી પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
