Gujarat

જામનગરના બચુનગર વિસ્તારમાંથી 840 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો

જામનગર શહેરમાં બચુનગર વિસ્તારમાં આરોપીના વાડામાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે શહેરમાં વાઘેલા વિસ્તાર પાસે આવેલ બચુ નગરમાં રહેતા મોસીન મોહમ્મદ ભાયાના કબ્જાવાળા માંથી ઇંગ્લિશ દારૂની 840 નંગ બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે જેની કિંમત 3,36,000 થાય છે.

જામનગર LCB પોલીસ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાકીના આધારે શહેરમાં વાઘેર વાળા પાસે બચુ નગર વિસ્તારમાં આરોપી મોસીન મહમદ ભાયા પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાના વાડામાં રાખ્યો છે તેવી બાતમી એલસીબી પોલીસ સ્ટાફ ના દિલીપ તલાવડિયા,હરદીપ બારડ, ઋષિરાજસિંહ અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળી હતી.

જ્યારે તેઓને ધરોડો પાડી 840 બોટલ ઇંગ્લિશ દારૂની પકડી પાડી અને કુલ મળીને 3.36 લાખ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી અને પોલીસ દ્વારા વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.