Gujarat

તેજગઢ ભાષા કેન્દ્રમાં LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશને સોલાર સિસ્ટમ માટે 35 લાખ આપ્યા

તેજગઢ ટ્રાયબલ અકાદમી ( ભાષા કેન્દ્ર)ને સોલર પેનલ વીજળીની સુવિધાઓ અને જમવાનુ થોડીક જ મિનીટોમા  બનાવવા સોલર કુકીંગ સીસ્ટમ સૌ પ્રથમ ગુજરાતમા પહેલ કરી જીવન વીમા નિગમ (LIC) એલઆઈસી ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન ધ્વારા અત્યાધુનિક સાધનો પૂરા પાડીને ભાષા કેન્દ્રને પોતાનો ટેકો આપ્યો છે.  35 લાખના આ ઉદાર યોગદાનથી રસોઈ અને વીજળી ઉપકરણો સુવિધાઓ અને વીજળીની બચત કરવામા મદદરૂપ થશે.
જેનુ ઉદ્ધાટન એલઆઇસી વેસ્ટ ઝોન અધિકારી સનોજ કુમાર મુંબઇના હસ્તે કરવામા આવ્યુ હતું. ઉદ્ઘાટન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનોને લાલ પાઘડી પહેરાવીને અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે સનોજ કુમાર (ઝોનલ મેનેજર), અરુણ રાઝદાન (રીજનલ મેનેજર), ઉત્પલ તારફદાર (સિનિયર ડિવિઝનલ મેનેજર) અને શૈલેષ કોલાવાલા (માર્કેટિંગ મેનેજર) સાથે છોટાઉદેપુર જિલ્લા સહિત આજુબાજુ  Lic ના મેનેજરો અને એજન્ટો  ઉપસ્થિત રહ્યા હતા. સનોજ કુમારે રીબન કાપીને સોલાર પેનલનું ઉદ્ઘાટન કર્યું
LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન એવા આદિવાસી વિસ્તાર તેજગઢમા પહોંચ્યું છે. જ્યાં ભાષા
સંશોધન પ્રકાશન કેન્દ્રમા આદિવાસી બાળકોને શિક્ષા સંસ્કૃતી અને ભાષાનુ જ્ઞાન અપાઇ રહ્યું છે. LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશનના થોડા સહયોગથી આવા બાળકો સહિત 150 ઉપરાંત કો ઓર્ડીનેટર સ્ટાફને જમવા માટે સોલર કુકીંગ સીસ્ટમ  માટે 15 લાખ અને વીજળીની સમસ્યાઓ દુર કરી ભાષા કેન્દ્રને સંસ્થા નાણાકીય બચત કરી શકે તે માટે સોલર પાવર માટે 25 લાખ મળી  કુલ 35 લાખ  સહાયરૂપ રકમ આપવામા આવી હતી.
કુકીંગ સોલર સીસ્ટમના ટેકનીસયન હુશેન શેખ દ્વારા મહેમાનોને સોલાર કુકિંગ સિસ્ટમ અને તેની કામગીરીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અને ત્યારબાદ આદિવાસી એકેડેમીનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં મ્યુઝિયમ, લાઇબ્રેરી અને સ્કૂલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં LICના અન્ય કર્મચારીઓ, એકેડેમીના સ્ટાફ અને આસપાસના યુવાનોએ હાજરી આપી હતી. અને માહિતી મેળવી કુલ મળીને, આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર