Gujarat

ધાનેરાના 62 ગામમાં વસવાટ કરતાં રબારી સમાજના શિક્ષણરથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કર્યું, શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ યોજાયો

શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવિન શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ શિક્ષણ સંકુલના ભૂમિદાતા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ની વિશે શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકા ના 62 ગામમાં વસવાટ કરતાં રબારી (માલધારી) સમાજ ના ગામોમાં શિક્ષણ રથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે.

લાભ પાંચમથી શરૂ થયેલ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવિન શિક્ષણ સંકુલ નો ભૂમિ પૂજન સમારોહ ધાનેરા ખાતે શિક્ષણ સંકુલ ના ભૂમિદાતા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને સંતો-મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. માવજીભાઈ દેસાઈ દ્વારા આવનાર આગેવાનો અને મહેમાનો નુ રબારી સમાજ ના ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

રામપુરા મઠ જાગીરના મહંત 1008 રૂપપુરીજી સ્વામી, વડવાળા ધામ દુધરેજ ના કોઠારી મુકુદરામ બાપુ સહિત સંતો મહંતો એ દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈ ને આશિર્વાદ આપ્યા હતાં.

આ પ્રસંગે રબારી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાજયસભા ના પૂર્વ સાસદ સાગરભાઈ રાયકા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ઠાકરસી રબારી સહિત સમાજ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.