Gujarat

नैनं  छिन्दन्ति वस्त्रादि,नैनं दहति पावक:|,न चैनं क्लेदयन्त्यापो,न शोषयति मारुत:||

આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી,આને અગ્નિ બાળી શકતો નથી,આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી. 92 વર્ષ ની લાંબી સુદિર્ઘ કિર્તિદાયિની સ્વાસ્થ્યપ્રદ જીવન યાત્રા, હકારાત્મક અભિગમ સાથે, સકારાત્મક ઊર્જા સાથે અને રચનાત્મક કાર્યથી જેમને ગુજરાત આખું ઓળખે છે તેવા સ્વ.શ્રી નવીનચંદ્ર રવાણી સાહેબ ના વિષે વાતો કરવી કે લખવી તે અંધજનોએ જોયેલા હાથીના વર્ણન જેવી થાય, તાલુકાના વસવાટ વિના વતનીઓને ઘરનું ઘર બંધાવી આપવાનુ શ્રેય કોઇને જતું હોય તો રવાણીભાઇને, પીવાનું પાણી ઘર-ઘર સુધી બોર વાટે પહોંચાડવાની કપરી કામગીરી 100% સફળતા પૂર્વક પાર પાડી રવાણીભાઇએ,શહેર સુધરાઇનુ શાસન 40 વર્ષ સુધી સંભાળી અનેકોને રોજગારી પૂરી પાડી નવીનચંદ્ર રવાણીએ, વિજળી -રસ્તાની સુચારુ વ્યવસ્થામાં મોટું યોગદાન,આ બધા ઉપરાંત આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ની સમસ્યાઓનું નિરાકરણ લાવીને જ ઝંપનારા, પારકી છઠ્ઠીના જાગતલ જાણનારની વિદાયની ત્રૃતિય પૂણ્યતિથિ એ ભાવાંજલિ અર્પતા સ્હેજે હાથ જોડી વંદન કરીએ છીએ.
—મુકુંદભાઈ નાગ્રેચા