અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રહેતા નિવૃત ST બસ ના કંડક્ટર નાના ભાઈ પટગીર નું 83 વર્ષ ની ઉંમરે ગઈ તા. ૨૩-૪-૨૦૨૪ ના રોજ અવસાન થયેલ છે. ST ના એક નિષ્ઠવાન કંડક્ટર તરીકે નાના ભાઈ એ સાવરકુંડલા તથા ગારિયાધાર તાલુકાના વિસ્તારના ગામડાઓમાં સારી લોક સાહના મેળવી હતી. 1960 ના દસકા માં મેકડા ગામે વિધાર્થીઓ તથા યુવાનો માટે સ્થાપવામાં આવેલ શ્રી પ્રગતિશિલ મિત્ર મંડળના તેઓ પ્રમુખ હતા.
પ્રમુખ તરીકે ના કાર્યકાળ દરમિયાન સાવરકુંડલા તાલુકા માં તે સમયે મંડળ તરફ થી મેકડા ગામ ના વિધાર્થીઓ માટે બુકબેન્ક સેવા શરૂ કરવામાં આવી હતી. તે સમયે તાલુકા માં માત્ર મેકડા ગામ માં જ બુક બેન્ક સેવા શરૂ કરવામાં આવી હતી. આ બુક બેન્ક સેવા નું ઉદ્ઘાટન સાવરકુંડલા ના ગાંધી વાડી લોકસેવક સ્વ લલ્લુભાઈ શેઠ ના વરદહસ્તે રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાના ભાઈ ના કાર્યકાળ દરમિયાન જામનગર પાસે આવેલ પ્રખ્યાત પિરોટન ટાપુ તથા તે પછી નરારા ટાપુ ખાતે યોજાયેલ યુવક શિબિરમાં ગામ વના તે સમયના યુવાનો ધર્મશંકર ભાઈ ભટ્ટ, સ્વ ભિખા ભાઈ લખાણી, છગનભાઈ આકોલીયા, પરશોત્તમ ભાઈ સાવલિયા, ગોબરભાઈ હિરપરા વગેરે ગયા હતા.
તેમજ માઉન્ટ આબુ ખાતે યોજાયેલ યુવક શિબિરમાં ભાગ લેવા માટે પણ નાનાભાઈ ગયેલા. તેમના પ્રયત્ન થી મેકડા ગામને ST બસ ની સુવિધા મળતી હતી. તેમના પ્રયત્ન થી મેકડા ગામે સરકાર શ્રી નો તાલુકા યુવા ઉત્સવ તથા જિલ્લા યુવા ઉત્સવ યોજાયો હતો. તેમના અવસાન થવાથી મેકડા ગામ સમસ્ત તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું