સુરતની ભૂલકા ભવન સ્કૂલમાં અભ્યાસ કરતી આ દીકરીની જુનિયર ઓફિસર તરીકે નિમણૂક
દક્ષિણ ગુજરાત નેશનલ કેડેટ કોર્પ્સમાં મેજર ઉન્મેષ પંડ્યા ટ્રેનિંગ એકેડમી કે જ્યાં આર્મી લેવલની તાલીમ આપવામાં આવે છે. જેમાં સુરતની ભૂલકા ભવન સ્કૂલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી અનાવિલ બ્રાહ્મણ સમાજની દીકરી નીરજા આશિષકુમાર દેસાઈને તાલીમનાં પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ, દેશ માટે સેવા માટેની તત્પરતા તથા આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી અને દેખાવ બદલ જુનિયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
સદર ઇવેન્ટ તાજેતરમાં વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતનાં 300 થી વધુ NCC Cadats હાજર રહ્યાં હતાં, જે વચ્ચે આ દીકરીને માનભેર બેઝ તથા નેમ પ્લેટ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. મુળ ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામની દીકરીની આ ઉપલબ્ધિ બદલ અનાવિલ સમાજ અને ભૂલકાં ભવન સ્કૂલ ગૌરવની લાગણી અનુભવે છે.

