Gujarat

બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે રન ફોર બીરસા તથા ચિત્ર સ્પર્ધા તેમજ વાકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમ યોજાયા

બીરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે આયોજિત કાર્યકમ માં સવારે છ વાગ્યે બીરસા મુંડા સર્કલથી શરૂ કરી જેમાં ૧૨ થી ૧૭ વર્ષ સુધી યુવાનો અને મહિલાઓ માટે અઢી કિલોમીટર તથા ૧૮ વર્ષ થી ઉપર ની ઉંમર માટે પાંચ કિલોમીટર સુધી રન ફોર બીરસા મેરેથોન દોડ યોજાય હતી. જેમાં ૧૦૦ થી વધુ દોડવીરો ભાગ લીધો હતો.  તેમજ ચિત્ર સ્પર્ધા તેમજ બીરસા મુંડાજીનાં જીવન ચરિત્ર વિશે વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, ઉપરોક્ત ત્રણેય ઇવેન્ટમાં એક થી ત્રણ નંબરે આવેલ સ્પર્ધકો ને કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર તથા મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા.
ત્યારબાદ સભા સ્થળે થી મોટલા ઢોલ, વાંસળી,ઢોલ માંદળ, શરણાઈ,દદુડી સાથે રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બીરસા મુંડા સર્કલ બીરસા મુંડા જી ને હારતોરા કરી પરત સભા સ્થળે પહોંચી હતી જ્યાં વિવિધ વક્તાઓ દ્વારા બીરસા મુંડા જન્મ જયંતી ને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર