Gujarat

માંગરોળમાં હનુમાન જ્યંતિ નિમિતે ભાવિકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ

શહેરના હનુમાન મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી.
રાત્રે હનુમાન ચાલીસા ના પાઠ ધુન ભજન સહીત કાર્યક્રમો યોજાયા
 માંગરોળમાં હનુમાન પ્રાગટય મહોત્સવ ઉજવવા હનુમાન મંદિરોમાં વિશેષ શણગાર સાથે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. ખાસતો માંગરોળમાં માંડવી ગેટ પાસે આવેલ અતિ પૌરાણિક હનુમાનજી મંદિરમાં બજરંગ મંડળ દ્વારા મંદિરમાં વિશેષ શણગાર સાથે સવારે હવન મહાયજ્ઞ મહાપુજા, તેમજ સાંજે હનુમાન ચાલીસા ના પાઠ બટુક ભોજન તથા મહાઆરતીનુ ભવ્ય આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તોએ દશઁન નો લાભ લઈ ધન્યતા આનુભવી હતી.
આ સાથે શહેરના સરાણીયા વાવ પાસે આવેલ રોકડીયા હનુમાન મંદિરે પણ હનુમાન જયંતી નિમીતે મંદિરમાં વિશેષ શ્રૃંગાર કરી મહાઆરતી બટુક ભોજન તેમજ રાત્રે ધુન ભજન સત્સંગ નુ સુંદર આયોજન કરાયુ હતુ જે ધુન મા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંડળ દ્વારા રામધુન સાથે ભજન ની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ
આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારો સહીત બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાવીભક્તો અનેરા ઉત્સાહ જોડાઈ ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવ દિવસે દાદા ના દશઁન સાથે ધુન નુ લાભ લઈ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી