ગ્લોબલ વોર્મિંગ તથા પર્યાવરણનાં અસંતુલન સામે પૃથ્વીની સ્થિતિને બગડતી અટકાવવા માટે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અંકલેશ્વરની કન્યાશાળા બ્રાંચ નંબર 1 ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી, વીજળીની બચત, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, જળ જમીન અને વાયુની જાળવણી માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.