Gujarat

દ્વારકા-જામખંભાળિયાનાં સલાયા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત અને એક યક્તિ ઘાયલ

દ્વારકા-જામખંભાળિયામાં અકસ્માતમાં એકનું મોત થયું છે. સલાયા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે અને એક ઇજાગ્રસ્ત થયો છે. દ્વારકા-જામખંભાળિયામાં અકસ્માતમાં એકનું મોત થયું છે. સલાયા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક સાથે બાઇક અથડાતા આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે અને એક ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત થવાના પગલે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે પહોંચીને મૃતદેહનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટના હરિપર ગામ નજીક મોડી સાંજે બની હતી. ટ્રક સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇક પર જઈ રહેલા એક યુવકનું મોત થયું હતું અને અન્ય યુવકને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકને જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સલાયાના બંને યુવકો મોડી સાંજે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે હરિપર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત થવાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ૧૦૮ તાત્કાલિક આવી ગઈ હતી અને ઇજાગ્રસ્ત યુવકનો જીવ બચાવવાનો પૂરેપૂરા પ્રયત્ન કર્યા હતા, આમ છતા ગંભીર ઇજાના લીધે એક યુવકનું ત્યાં જ મૃત્યુ થયું હતું અને ૧૦૮ના પ્રયત્નો સફળ થયા ન હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.