Gujarat

ભચાઉમાં વાહનોને ખાડામાંથી પસાર થવું પડે છે, અકસ્માતનો ભય

ભચાઉમાં ઘણા સમયથી હાઇવેને લગતા સર્વિસ રોડ ઉપર મસ મોટા ખાડા પડતા વાહન લઈને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ગાંધીધામ તરફથી આવતા નેશનલ હાઇવે નજીકના સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવે છે.

ભચાઉમાં પ્રવેશ કરતા સર્વિસ રોડ અને પટેલ ટ્રેક્ટરની નજીકથી પસાર થતા મુખ્ય માર્ગ પર ઘણા સમયથી વરસાદી પાણી અને ગટરના પાણીને લઈને મોટા ખાડા પડ્યા છે જેમાં ગટરના પાણી ભરાયેલા રહે છે.

ક્યારેક તો નાના વાહનો આ મોટા ખાડામાં ફસાઈ જાય છે અને અન્ય વાહનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બને છે. નેશનલ હાઈવે અને નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવું લોકો ઈચ્છે છે.