Gujarat

રંગ ઉપવન મલ્ટી લેવલ પાર્કિંગમાં ગેરકાયદે ઉઘરાણા કરતી DL ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરી ડિપોઝિટમાંથી નુકસાની ભરપાઈ કરો: આપ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના પ્રતિનિધિ મંડળે કમિશનરની મુલાકાત લઇ મનપાના પે એન્ડ પાર્કમાં ચાલતા ગેરકાયદે ઉઘરાણા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ આખું પ્રકરણ બહાર પાડ્યું હતું.

DL ઇન્ફ્રાએ ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કર્યું

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સેન્ટ્રલ ઝોન રંગ ઉપવન ખાતે બનાવેલા મલ્ટિલેવલ પે & પાર્કમાં DL ઇન્ફ્રા નામના ઇજારદાર દ્વારા તા. 19/5/2024ના રોજ ગેરકાયદેસર રીતે પે & પાર્કની જગ્યામાં નાગરીકો પાસેથી ડબલ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા માલુમ પડેતા માલુમ પડે છે કે DL INFRA નામના ઇજારદારે મહાનગરપાલિકાની ટેન્ડરની એકપણ શરતનું પાલન કરતા નજર આવ્યા નથી.

ઇલેક્ટ્રોનિક સ્લીપની જગ્યાએ મેન્યુઅલી સ્લીપ આપવામાં આવે છે અને એ પણ 3 કલાકના રૂપિયા 10ની જગ્યાએ 20 રૂપિયાનો ડબલ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે, ભાવ પત્રકનું ક્યાંય બોર્ડ મારવામાં આવ્યું નથી.

પુરતો સ્ટાફ નથી, જે સ્ટાફ છે તેઓ ગણવેશ વગરના હાજર હતા. બાજુમાં આવેલા ગાર્ડન ખાતાના બિલ્ડિંગની જગ્યામાં અનધિકૃત રીતે ગાડીઓ પાર્કિંગ કરાવીને તેમનો ગેરકાયદેસર રીતે પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતા હોવાના પુરાવા રજૂ કર્યા.