Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલ એનએસએસ યુનિટ દ્વારા યોજાઈ પ્રકૃતિ શિબિર-વન ડે કેમ્પ

શ્રી કે.કે હાઇસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલા “એન.એસ.એસ “યુનિટ નિયમિત પ્રવૃત્તિ અંતર્ગત પ્રકૃતિ શિબિર- વન ડે કેમ્પનુ આયોજન “મિતિયાળા અભ્યારણ્ય” મુકામે કરવામાં આવ્યું હતું.
આ પ્રકૃતિ શિબિરમાં આરએફઓ  પી.એન ચાંદુસાહેબના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ઓફિસર  ચાવડાભાઈ  ,ગોહિલભાઈ ,જુણેજાભાઈ તથા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં “મિતિયાળા અભ્યારણ્ય” મુકામે એનએસએસના સ્વયંસેવક ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.પ્રકૃતિ શિબિરની શરૂઆત લોકો પ્રકૃતિ અને સૌરાષ્ટ્રની શાન સમા સિંહોના રક્ષણ માટે જાગૃત બને  એ માટે અભરામપરા અને કૃષ્ણગઢ ગામોમાં સેમિનાર યોજી પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
અને ત્યારબાદ શિબિરાર્થીઓએ કૃષ્ણગઢ ડેમની મુલાકાત લીધી હતી. અભ્યારણ્યમાં જુદી જુદી વનસ્પતિ,પક્ષીઓ,પ્રાણીઓ અને અન્ય જીવો વિશે સ્વયંસેવકોને ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ કૃષ્ણકુમારસિંહજીના મિતિયાળા મુકામેના નિવાસસ્થાને કુદરતની ગોદમાં  વિદ્યાર્થીઓએ આનંદની પળોમાં ટ્રેકિંગ કર્યું હતું.
  
“એન.એસ.એસ” વિભાગ દ્વારા સમગ્ર સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એનએસએસના સ્વયંસેવકો દ્વારા આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી. સમગ્ર શિબિરમાં  એનએસએસ  પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ એનએસએસ કેમ્પ કોઓર્ડીનેટર માંજરીયા સાહેબ,શિક્ષિકા રીનાબેન  નાગર,હેતલબેન કાચાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.પ્રકૃતિ શિબિરમાં શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા તથા શિક્ષક જાગૃતભાઈ દવેની વિશેષ ઉપસ્થિતી રહી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફીસ, સાવરકુંડલા અને આરએફઓ  ચાંદુસાહેબના સહકાર અને સહયોગથી  પ્રકૃતિ શિબિર- વન ડે કેમ્પ સફળ રહ્યો હતો.
બિપીન પાંધી