Gujarat

રથયાત્રા પૂર્વે ૧૫ હજાર પોલીસકર્મીનું રિહર્સલ

ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ) રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રથયાત્રા પહેલા આજે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫ હજારથી વધુ પોલીસ જવાનો જાેડાયા હતા.

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી ૭ જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫ હજારથી વધુ પોલીસે જવાનોએ (ર્ઁઙ્મૈષ્ઠી ઇીરીટ્ઠજિટ્ઠઙ્મ) ભાગ લીધો હતો. સાથે જ ૧ હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જાેડાયા હતા.

રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જાેડાવાના છે. માહિતી મુજબ, આજની રિહર્સલ ઝ્રઁ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.
જણાવી દઈએ કે ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા.

સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.