Gujarat

શાળાએ નહીં જતાં બાળકોના સર્વેની કામગીરીમાં સહકાર આપવા અનુરોધ

શિક્ષણથી વંચિત ૬ થી ૧૯ વર્ષની વય જૂથના બાળકોને ફરી શિક્ષણથી જાેડવા નાગરિકોને સહાય કરવા અનુરોધ

ગાંધીનગર તાલુકાના ૬થી ૧૯ વર્ષની વય જૂથના તમામ બાળકોને જે દર વર્ષે કોઈ પણ કારણોસર શાળાના શિક્ષણથી વંચિત રહી ધોરણ ૧થી ૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી, તેવા બાળકો અને દિવ્યાંગ બાળકો સહિતના તમામ બાળકોની સર્વે પ્રક્રિયા તા. ૧૬- એપ્રિલ ૨૦૨૪ થી ૨૬ -એપ્રિલ ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવનાર છે.

તો આ સર્વે પ્રક્રિયામાં તમામ નાગરિકોનો સહકાર મળી રહે તે જરૂરી છે. જેથી આવા શાળાએ ન જઈ શકતા બાળકો કોઈ પણ નાગરિકના ધ્યાનમાં આવે તો નજીકની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સી.આર.સી (ક્લસ્ટર રિસોર્સ સેન્ટર) કો. ઓ અને બી આર સી (બ્લોક રિસોર્સ સેન્ટર) કો.ઓ ને જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાંધીનગર કચેરીની યાદીમાં જણાવાયુ.