Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીચબા ગામેથી કિ.રૂ. ૧,૬૪,૮૮૦- ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ

આર.વી. ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ  નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉમઠી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મોજે ચીચબા ગામે રહેતા જીગ્નેશભાઈ માવસીંગભાઈ રાઠવા નાઓના રહેણાંક મકાનના ધાબા ઉપર શાકભાજીના કેરેટની આડમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયર ની બોટલો નંગ ૧૧૭૬ ની કુલ કિ.રૂ. ૧,૬૪,૮૮૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ અને પ્રોહી રેઈડ દરમ્યાન નાશી જનાર આરોપી જીગ્નેશભાઈ માવસીંગભાઈ રાઠવા રહે.
ચીચબા પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓને તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.