Gujarat

અંકલેશ્વરનાં ગોયાબજાર શાળા સંકુલ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો 

               ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કન્યાશાળા બ્રાન્ચ નંબર ૧, અંકલેશ્વર તથા મુખ્ય શાળા નંબર ૧, અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સમારંભમાં નગરપાલિકા અંકલેશ્વરનાં પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ, શિક્ષણ સમિતિનાં સભ્યો, દાતાઓ તથા નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલબેગ કીટ સાથે શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો.
               શાળાનાં મુખ્યશિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા બદલ ઔદ્યોગિક ગૃહો  એનજીઓ તથા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનાં પ્રમુખસ્થાનેથી પ્રદીપસિંહ જાડેજાએ શાળાની ભૌતિક સુવિધાઓ ઊભી કરવા બદલ શિક્ષક પરિવારને અભિનંદન પાઠવી ઔદ્યોગિક ગૃહોની સામાજિક ઉત્તરદાયિત્વની પહેલને બિરદાવી હતી. આ પ્રસંગે  દાતા અરુણકુમાર ગાંધી તથા વિનોદકુમાર ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. શાળાનાં નિવૃત્ત મુખ્યશિક્ષિકા ભારતીબેન ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી હતી. અંતમાં આભારદર્શન મુખ્ય શાળા નંબર ૧ નાં મુખ્યશિક્ષિકા રેખાબેન વસાવાએ કર્યું હતું.