Gujarat

દીવના ડાંગર વાડી વિસ્તારમાં સિહોના ધામા…એક સાથે 7 થી 8 જેટલા સિંહો દીવના ડાંગર વાડી ખાતે આવી ચડયાનો વિડિયો વાયરલ…

સુત્રાપાડાના ગાંગેથા ગામમાં સિંહોએ પ્રવેશ કર્યો..વાહન ચાલકો ગભરાઈ ગયા..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગર વાડી વિસ્તારમાં સિહોના ધામાએક સાથે 7 થી 8 જેટલા સિંહો દીવના ડાંગર વાડીમાં આવી ચડ્યા હતા. તેમજ સુત્રાપાડાના ગાંગેથા ગામમાં સિંહોએ પ્રવેશ કરતા વાહન ચાલકો ગભરાઈ ગયા હતા. અને પોતાનાં વાહનો પણ થંભાવી દીધા હતા. જે સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ હતો.
દિવના બે દિવસ પહેલા ડાંગરવાડી વિસ્તારમાં એક પશુનું મારણ કર્યું હતું. જેથી લોકોમા ભય ફેલાયો હતો. ત્યારે આજે ફરી રાત્રીના સમયે સિંહનું ટોળું જતું હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સુત્રાપાડાના ગાંગેથા ગામે અડધી રાત્રે સિંહો ગામમાં શિકારની શોધમાં ઘૂસી ગયેલ હતા. અને સિંહોના આગમનને લઇ વાહનોના પૈડા થંભી ગયા હતા.સિંહોના દ્ર્શ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ થઈ ગયા હતા. ભૂતકાળમાં પણ અનેક વખત સિંહોની ગાંગેથામાં પ્રવેશ કર્યો હતો જે સમગ્ર ઘટનાના દ્ર્શ્યો કેદ થયા હતા.