Gujarat

રાણપુર પોલીસની સુપર અને પ્રસંશનીય કામગીરી

રાણપુરમાં રાત્રે દુકાનના તાળા તોડી ચોરી ને અંજામ આપે એ પહેલા પોલીસે ચોર ને દબોચી લીધો⁴
પોલીસે ચોર ને ચોરી કરવાના સાધનો સાથે રંગેહાથે ઝડપી લેતા મોટો ચોરીનો બનાવ બનતા અટક્યો…
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા ચોરી/ઘરફોડ બનાવ બનતા અટકાવવા માટે રાત્રે સતત પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય જેને લઈને ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એ.એ.સૈયદ ના માર્ગદર્શન હેઠળ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પંચાલ ની સુચનાથી રાણપુર પોલીસ સ્ટેશનના PI કે.એસ.દેસાઇ PSI એચ.એ.વસાવા તથા રાણપુર પોલીસ સ્ટાફના મનહરસિંહ શેરભા પરમાર,દશરથભાઈ મીઠાપરા રાત્રે રાણપુર શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા  હતા તે દરમ્યાન રાણપુર શહેરમાં આવેલ ભાદર નદીના પુલના છેડે આવેલ આનંદ કોમ્પ્લેક્ષમાં આવેલ યશ ઓટો ગેરેજનુ સટરનુ તાળુ ગેસ કટરથી તોડવાનો પ્રયત્ન કરી ચોરી કરવાની પેરવી કરતો ઇસમને ચોરીના સાધનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.રાણપુર પોલીસે ચોરી ને અંજામ આપે એ પહેલા જ યોગેશ રાજેશભાઇ મેટાલીયા ઉ.વ.૨૧ રહે.બુબાવાવ તા.રાણપુર નામના ચોર ને રંગેહાથે ઝડપી લઈ ચોરી નો મોટો બનાવ બનતા અટકાવી પ્રસંશનીય કામગીરી કરતા રાણપુર શહેરના લોકો પોલીસ ને અભિનંદન આપી રહ્યા છે.પોલીસે આ ચોર ને ચોરી કરવાના સાધનો,ગેસ સિલિન્ડર,મોટરસાઈકલ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ને ઝડપી લઈ આગળની વધુ તપાસ રાણપુર પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈસમ વિરૂધ્ધ બોટાદ,ચુડા,લિંબડી પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરીના ગુન્હા દાખલ થયેલ છે.રાણપુર પોલીસે આરોપી ને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસ ના રીમાન્ડ ની માંગણી કરી હતી અને કોર્ટ દ્વારા 2 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે….
*ઝડપાયેલ મુદ્દામાલ:-*(૧) એક હિરો કમ્પનીનુ ડીલક્ષ મોડલનુ મો.સા. (૨) ઓકસિજન સિલીન્ડર (3) LPG સિલીન્ડર (૪) વેલ્ડીંગ મસીન (૫) ગેસ કટીંગ ગન (૬) વેલ્ડીંગ મસીનની નોઝલ (૭) ગેસ સિલીંડર નો વાલ ખોલવાનુ પાનુ (૮) એક પકડ (૯) વાંદરી પાનુ (૧૦) રસ્સી(૧૧) સુયો
 *આરોપીનો ગુનાહીત ઇતીહાસઃ-*(૧)બોટાદ પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૦૦૦૨૨૨૧૦૩૬/૨૦૨૨ IPC ક.૩૭૯ મુજબ (૨)ચુડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૧૦૧૦૨૨૦૦૧૪/૨૦૨૨ IPC ક.૩૭૯ મુજબ(3)લિંબડી પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૨૪૦૧૦૨૨૦૦૧૪\૨૦૨૨IPC 379