Gujarat

જેપ્તુર પાલિકાને રોડ-રસ્તા, અને ગટર મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું

રોડ રસ્તા પાણી મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનોની માગ
 જેતપુર પાલિકાને રોડ રસ્તા પાણી મુદ્દે નગરજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પાણીની સમસ્યાથી પીડાતા નગરજનોએ પાલિકાને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું છે કે, પાલીકા દ્વારા ટેક્ષ લેવા છતાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં ના આવતી હોય, રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. જેની તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનો દ્વારા માગ કરવામાં આવી હતી.
જેતપુરના હાર્દસમા દેવયાની એપાર્ટમેન્ટ બાજુના વિસ્તારમાં મુખ્ય રોડ, ગટર વગેરે તોડી નાખેલ ત્યારબાદ સ્થાનિકો દ્વારા રજુઆત નગરપાલિકાના અધિકારીઓ બનાવી આપીશું તેવું કહેતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં રજુઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ આંખ આડા કાન કરે છે તેવા સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા શેરીમાં સિમેન્ટ રોડ પ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ અનેક વખત નળ જોડાણ તથા ભૂગર્ભ ગટરના ખોદકામના લીધે રસ્તો સંપૂર્ણ પણે ખોદી નાખવામાં આવેલ હોય તેમ જ અનેકવાર રજૂઆત કરવા છતાં રિપેર કરવામાં ના આવેલ હોય જ્યારે બીજી બાજુ શહેરના તંત્રના માનીતા વિસ્તારમાં ચાર ચાર વાર રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે..
આ સાથે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે. આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પણ સ્થાનિક નેતાઓ તથા સુધરાઈ સભ્યોએ આ વિસ્તારમાં મત માગવા માટે આવું નહીં તેમજ મતદાનનો બહિષ્કાર ની ચીમકી આપી હતી આવેદન સાથે જણાવ્યું હતું કે આવેદન ગણો કે નોટિસ  પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં નહિ આવે તો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જેને સંપૂર્ણ જવાબદારી જેતપુર નવાગઢ નગરપાલિકાની રહેશે