છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર ના કેવડી ગામે બાતમીના આધારે બિનઅધિકૃત સાદી રેતી ખનીજનું વહન કરતા બે ટેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાન ખનીજ વિભાગે આશરે 10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
