ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવામા આવે છે. તેવા સરકારના જે દાવા છે. તે છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે. લાખોનાં ખર્ચે અહી અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું પણ ડોકટર વિના શોભાના ગાઠિયા સમાન જ કહી શકાય. અહી છે તો ફકત પટાવાળો જે શું કરી શકે. ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહી હોસ્પિટલ બનાવવામા આવી હતી તે સમયે લોકો ને હતું. કે તેમની મુસીબત નો અંત આવી ગયો પણ એવું ના થયું જે આરોગ્ય લક્ષી સેવા માટે લોકો આગાઉ મુસીબત વેઠતા હતા. તેવી જ મુશ્કેલી નો સામનો આ વિસ્તાર ના લોકો આજે પણ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ ભોરદા ગામે લોકોને આરોગ્ય લક્ષી સેવા ના મળતા તેવો મઘ્ય પ્રદેશનો વિસ્તાર કે અહી થી ચાર કિમી નાં અંતર પર આવેલ છે.જ્યા તક સાધુ ખાનગી ડોકટરોએ તેમની દુકાનો ખોલી છે ત્યાં મજબૂરી થી લોકો ને પોતાના ઈલાજ માટે જવું પડતું હોઈ છે. જ્યા ના ડોકટરો દર્દીઓની મજબૂરી નો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરવા માટે દર્દીઓના ખિસ્સા કાપી લેતા હોઈ છે. જોકે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોઈ તેવા લોકો અહી થી 35 કિમી દૂર છોટાઉદેપુર કે પછી 125 કિમી દુર વડોદરા ખાતે જતા હોઈ છે. ગુજરાતના લોકોને પોતાના ઈલાજ માટે મઘ્ય પ્રદેશ જવું પડતું હોઈ એ અહીના લોકો માટે એક કમનસીબી કહી શકાય
અહી વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામમા રસ્તાઓ સારા ના હોઈ 108 ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો અને એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા હોસ્પિટલ પર જ જવું પડે છે ત્યારે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલ નો મતલબ શું ? કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવા મા આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકો દુવિધા ભોગવવી પડી રહી છે ? લોકોને જાણ થતા જ મોટી સંખ્યામા લોકો ભેગા થયા અને તેમની વ્યથા જણાવવા લાગ્યા. સરકારે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવ્યું જ હોઈ તો કેમ ડોકટરો ની સુવિધા તેમને નથી મળી રહી. કેમ દર્દીઓને પોતાના ઈલાજ માટે ભટકવું પડી રહ્યું છે. લોકો સૂત્રોચાર કરી રહ્યા છે. અને તેમને ડોકટર આપે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ગરીબ આદિવાસી લોકોની સરકાર ફિકર કરી ડોકટરની વ્યવસ્થા કરાવી આપે તે જરૂરી બન્યું છે..

