Gujarat

ઊંડ નદીની એક બાજુની ગ્રીલ તૂટી ગઇ, અકસ્માતનો ખતરો

જોડિયા પંથકમાં આવેલી ઉંડ નદી પરને એક બાજુની ગ્રીલ તુટી જતા અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હોય રીપેરીંગનો સમય ન હોય વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

જોડીયા બાજુમાં આવેલી ઊંડ નદી ઉપરની એક બાજુની ગ્રીલ તૂટી ગઈ છેેે. તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત છે. થોડાક દિવસો પહેલા તીવ્ર પવનના કારણે પુલ ઉપરની ગ્રીલ તૂટીને નદીમાં પડી ગઈ છે.

પુલ ઉપરથી પસાર થતાં વાહનોને આવાગમનમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે કોઇ અકસ્માતની રાહ તંત્ર જોઇ રહ્યું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.

ગ્રીલની બાજુમાં 11000 વોલ્ટની લાઈન પસાર થઈ રહી છે. આથી જો પુલની ગ્રીલનું કામ વહેલાસર કરવામાં નહીં આવે તો અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે સવાલ લોકોમાં જોરશોરથી ઉઠયો છે.