Gujarat

બેહ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ડેમ ઓવરફ્લો થતા શ્રીફળ વધેરી વધામણાં કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા અઠવાડિયામા સાર્વત્રિક વરસાદથી જળાશયો છલકાયા છે. ખંભાળીયાના બેહ ગામે ઢાઢાવાળા ડેમ ઓવર ફલો થતા બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ માયાણી અને ગ્રામજનોએ શ્રીફળ વધારી વધામણાં કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા અઠવાડિયામા ધોધમાર વરસાદ પડતાં જિલ્લાના મોટાભાગના નાના મોટા ડેમો ઉપરાંત ચેકડેમો નદીનાળા અને જળાશયો છલકાયા છે. જેને કારણે દ્વારકા પંથકમાં રવીપાકને પુષ્કળ ફાયદો થશે. દ્વારકા જિલ્લામાં આ વખત ચોમાસુ સીઝનમાં ખંભાળીયા સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદને કારણે સિંચાઈ યોજના હેઠળના વર્તું 1 વેરાડી-1, કબરકા, સોનમતી, શિંધની , કંડોરણા, અને મહાદેવીયા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

આ સાથે સાથે ખંભાળીયાનો સિંહણ ડેમ સહિત ખંભાળીયાના બેહ ગામે આવેલ ખીમાંપાટ સહિત નાના મોટા જળાશયો અને ચેકડેમો અને નદીનાળાઓ અને તળાવો છલકાયા છે. જેને કારણે જીરું, ધાણા, ચણા, ઘઉં સહિતના શિયાળુ પકના વાવેતરમાં ફાયદો થશે. જળાશયોમાં પાણીના સંગ્રહના કારણે જમીનમાં પાણીના તર ઉંચા રહેશે.જેને લઈને ધરતીપુત્રોમાં ખુશી છે.

ત્યારે ખંભાળીયાના બેહ ગામે ઢાઢાવાળા ડેમ ઓવરફ્લો થતા ગામના સરપંચ પ્રવીણભાઈ માયાણી અને ગ્રામજનો દ્વારા ડેમ કાંઠે શ્રીફળ વધારી નવાનીરને વધામણાં કર્યા હતા નોંધ પાત્ર જથો સંગ્રહીત થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી