Gujarat

સેવા પ્રવૃત્તિના ભેખધારી પૂ.શ્રી. ડો.રતિદાદાનો આજે ૭૦માં જન્મદિવસ નિમિત્તે અભિનંદનની થઈ રહેલી વર્ષા

ચલાલા અને આજુબાજુના વિસ્તારોમાં તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ માટે પૂ. શ્રી.ડો.રતિદાદાનું નામ ગુંજી રહ્યું છે. અહી આવતા લોકોની તમામ તકલીફો વેદમાતા ગાયત્રી દ્વારા અને તેના માટે નિમિત એવા પુ.શ્રી.ડો.રતિદાદા દ્વારા દુર થાય છે. એક નાનકડી શરૂઆતથી લઇ પુ.શ્રી.ડો.રતિદાદાએ સંસ્થાને હાલ એક વટ વૃક્ષ સમાન બનાવી દીધી છે. જેમાં તેમાની અથાગ મહેનત સાથે પરિવારજનોનો સાથ સહકાર તથા લોકોની સેવા માટેનો તેમનામાં રહેલો ભાવ સાક્ષાત માઁ ગાયત્રીના દર્શન કરાવે છે.
પૂ.શ્રી.ડો.રતિદાદા સંસ્થામાં હાલ આરોગ્ય સેવા, શિક્ષણ એવા, પર્યાવરણ સેવા, ગૌ-સેવા, માનવસેવા વગેરે જીવંત રૂપે ચાલી રહી છે. જેમાં
– આરોગ્ય સેવામાં સંસ્થા દ્વારા ૨૭૧ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પો પુરા કરી હજારો લોકોને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન કરી દેખાતા કર્યા છે. સાથે શ્રી રામ હોસ્પીટલમાં દાંત વિભાગ, આંખ વિભાગ, કાન-નાક ગળાનો વિભાગ આ તમામ વિભાગ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે. અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વોકર, યુરીન ચેર, વ્હીલચેર, સ્ટ્રેચર વગેરે સાધનો વિનામૂલ્યે વાપરવા માટે આપવામાં આવે છે. હાલ ૨૫૦ જેટલા સાધનો સંસ્થા દ્વારા દર્દીઓના ઉપયોગમાં કાર્યરત છે.
– શિક્ષણ સેવામાં માતા-પિતા વગરના બાળકોને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધા આપી તેમને પગભર કરવામાં આવે છે. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય નામની શાળામાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબની ૫૦ જેટલી દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરે છે. તથા દીકરીઓ માટે આર્ટસ, કોમર્સ અને બી.સી.એ. કોલેજની સુવિધા પણ ઉપલબ્ધ છે.
– સંસ્થામાં હાલમાં એક નવું મોરપીંછ રૂપે સંસ્કૃત શક્તિ અને રક્ષા શક્તિ સ્કુલ શરુ કરવામાં આવી છે.
– પર્યાવરણ સેવામાં વર્ષ દરમિયાન અલગ- અલગ કાર્યક્રમો દ્વારા ૨૫૦૦ જેટલા રોપાઓ વિતરણ કરી અને તેનો ઉછેર કરાવી પર્યાવરણ ક્ષેત્રે જનજાગૃતિ લાવવામાં આવે છે
– ગૌ – શાળામાં સંસ્થામાંશ્રી કૃષ્ણ ગૌ- શાળામાં ઓરીજનલ ગીર ગાયોનો ઉછેર કરવામાં આવે છે. અવેડી બનાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. રઝળતી ગાયો માટે લીલાની વ્યવસ્થા કરવામાં આવે છે.
દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના માતા-પિતા બની તેમને કરિયાવર આપી તેમને વિદાય કરાવે છે.૧૬/૦૨/૨૦૨૫ના રોજ લગ્ન છે. જેનું નોંધણી કાર્ય શરુ છે.
– માતા-પિતાનું ઘર વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોને તમામ જરૂરિયાતો પૂરી કરી તેમને સુંદર રીતે સંચાવમાં આવે છે. રહેવા જમવા, કપડા માટે વોશિંગ મશીન, ટી.વી. જેવી ભૌતિક સુવિધા સાથે તેમની સર સંભાળ કરવામાં આવે છે
– વિધવા બહેનોનું મંડળ બનાવી તેમને દર પૂનમે સત્સંગ, ચા – નાસ્તો તથા વિનામૂલ્યે યાત્રા પ્રવાસ કરવામાં આવે છે. સાથે જરૂરિયાતમંદ લોકોને દર મહીને રાશનકીટ, ઉનાળામાં ચપ્પલ વિતરણ, છાશ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, તહેવારો નિમિતે મીઠાઈ, કપડા વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવે ચાલી રહી છે.
આ તમામ પ્રવૃતિના માધ્યમથી પૂ.શ્રી.ડો.રતિદાદાએ લોકોના હદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પુ. શ્રી.ડો. રતિદાદાને લાખ લાખ શુભકામના પાઠવતા એક એક પંક્તિ જરૂર યાદ આવે છે કે જનની જાણતો ભક્ત જાણજે
બિપીન પાંધી