Gujarat

દિવ પ્રદેશ માંથી દરીયાઇ ખાડી માર્ગે દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા…બન્ને શખ્સોએ ચોર ખાના બનાવેલ બંડીઓ પહેરીને પસાર થતા તપાસ દરમ્યાન દારૂની 236 બોટલો સાથે ઝડપી લીધા

લોકસભા ચૂંટણી 2024 તથા હોળી-ધુલેટીના તહેવાર સબબ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દિવથી દરિયાઇ ખાડી માર્ગે ગુજરાત તરફ આવતો મોટા દારૂના જથ્થા સાથે શખ્સોને ઉના સર્વલન્સ સ્કોર્ડ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે દિવ પ્રદેશ માંથી દરીયાઇ ખાડી માર્ગે ગુજરાત તરફ લાવી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી બે શખ્સો વિદેશી દારૂની અલગ અલગ બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
ગીર- સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ દ્વારા દારૂ-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અંગેની સૂચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. એમ.એન.રાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસની ટીમો બનાવી દારૂ-જુગારના પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હતું. જે સુચના હેઠળ આજરોજ સર્વલન્સ સ્કોડના પી એસ આઈ એચ.એલ.જેબલીયા, ધર્મેન્દ્રસીહ પરમાર, જોરૂભા મકવાણા, ભાવેશભાઇ ખસીયા, નાનજીભાઇ ચારણીયા સહીતની ટીમ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
એ દરમ્યાન બાતમી આધારે કેન્દ્ર શાસિત દિવ પ્રદેશ માંથી દારૂનો જથ્થો પક્ષીઘર પાછળ દરીયાઇ ખાડીમા વોચ ગોઠવી હતી. એ વખતે બે શખ્સો ચોર ખાના બનાવેલ બંડીઓ પહેરીને તથા પોતાના હાથમા પ્લાસ્ટીકના ઝબલા લઇને પેદલ ચાલતા આવતા હોય પોલીસે બંને શખ્સોને કોર્ડન કરી રોકાવી તપાસ કરી પૂછપરછ કરેલ. પુછપરછ દરમ્યાન હીરેન અરજણભાઇ ચૌહાણ તથા શોભીત જગુભાઇ શીયાળ રહે.ઉના આ બન્ને શખ્સોએ ગે.કા. પાસ-પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટીકની તથા કાચની કંપની શીલ પેક દારૂની બોટલો નંગ 236 તેમજ મોબાઈલ ફોન સહીત મુદ્દામાલ સાથે બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..