Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે ફ્રી શિક્ષણના અભિયાન સાથે સાક્ષરતાના એક મહાયજ્ઞને એક વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના બાળકો દ્વારા સાંસ્કૃતિક વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

આ ટ્રસ્ટ ધીમે ધીમે આજે એક વટવૃક્ષ બની ચુક્યુ છે. એ નિરક્ષરતાને સાક્ષરતામાં પરિવર્તિત કરવાના આ અભિયાનને એક વર્ષ પૂર્ણ થતાં આ ટ્રસ્ટના બાળકોનો  સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો.
સાવરકુંડલા ખાતે  ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એટલે ગરીબ બાળકોનું ટ્રસ્ટ સાવરકુંડલાના છેવાડાના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણની સાથે તેમની દરેક જવાબદારીને એક મા બાપ જેવી રીતે નિભાવતું ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા જે આ જરૂરીયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણ પૂરું પાડે છે જેને  એક વર્ષ પૂરું થતા આ સેવાકીય કાર્યમાં જે સેવાભાવિ દાતાશ્રીઓ સેવાભાવિ લોકોએ જેમણે  આ બાળકોને પ્રોત્સાહન તેમજ તેમની દરેક જરૂરીયાત પુરી કરી છે.
તેઓને માનસન્માન આપવું એ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટની જવાબદારી છે જેના ભાગરૂપે  તારીખ-૧-૯-૨૦૨૪ ના  હાથસણી રોડ,ગુજરાત ગેસ ઓફિસની સામે બપોરે ચાર વાગ્યે આ સંસ્થાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ વતી ધારાબેન ગોહીલ, જાનવીબેન શિયાળ, કૌશિકભાઈ ગોહિલ, રવિભાઈ જોષી વગેરેએ આ સમારંભને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રીટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારિયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના હિતેશ સરૈયા, સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશભાઈ મશરૂ, હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક પ્રણવભાઈ વસાણી સમેત શહેરના પત્રકાર  બિપીનભાઈ પાંધી, યોગેશભાઈ ઉનડકટ, મહેન્દ્રસિંહ ખુમાણ સમેત શહેરના સન્માનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલાના સંનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતે અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતાં પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે મુ. ચંદ્રેશભાઈ રવાણીએ બાળકોના વાલીઓને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો. આ કાર્યક્રમની નોંધનીય બાબત એ છે કે શિક્ષણને સાધના બનાવવાનું અભિયાન આગળ અવિરત  પ્રગતિ કરતાં રહે તેવી  નેમ સાથે આ સંસ્થાની પ્રગતિ દિનપ્રતિદિન થતી રહી છે. અને એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના એ ન્યાયે ઠેર ઠેર થી મહાનુભાવોનો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ તકે આ સંસ્થાના ધારાબેન ગોહીલે તેના પ્રાસંગિક સ્વાગત પ્રવચન દરમિયાન પોતે આ સંસ્થાના દરેક બાળકોને વિનામૂલ્યે શિક્ષણ જ નહીં પરંતુ તેના જોબ પ્લેસમેન્ટ સુધીની જવાબદારી નિભાવવાનો જાહેરમાં કોલ પણ આપ્યો હતો.
બિપીન પાંધી