Gujarat

યાત્રાધામ દ્વારકાની હોટેલ્સમાં 7 ટકા સુધી ડિસ્કાઉન્ટ, શિવરાજપુર બીચ પર એન્ટ્રી ફ્રી

દેવભૂમિ જિલ્લામાં 100 ટકા મતદાન થાય માટે વિવિધ સંસ્થાઓ ચુંટણી તંત્રની મદદમાં આવી છે જેમાં જાહેર કરાયુ છેકે, કે આગામી તા.8 થી 12 મે સુધી દેવભૂમિના મતદાન કરેલા તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ પર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.

આ ઉપરાંત તા.7 થી તા.9 મે સુધી જિલ્લાની વિવિધ હોટલોમાં 7 ટકા સુધીના ડીસ્કાઉન્ટની પણ હોટલ એસોસીએશન દ્વારા જાહેરાત કરાઇ છે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃકતા કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.

જેમાં અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહાપર્વમાં પોતાનું યોગદાન નોંધાવવા તત્પર બની છે. દ્વારકા હોટલ એસો.ના હોદ્દેદારોએ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તે માટે વિવિધ હોટલો જેમ કે ધી દ્વારિકા, લેમન ટ્રી પ્રીમીયર, દ્વારકાધીશ લોર્ડઝ ઇકો ઇન, બરસાના, મધુવન સુઇટસ, દેવકીનંદન, વિટસ દેવભૂમિ જેવી હોટલોમાં 7 ટકા ડીસ્કાઉન્ટ તા.07થી 09 સુધી આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે.

આ ઉપરાંત હોટલમાં કામ કરનારા સ્થાનિક કર્મચારીઓને પણ મતદાન માટે સવેતન રજા આપવામાં આવશે. શિવરાજપુર બીચ ખાતે જિલ્લાના તમામ મતદારો મતદાન કર્યાનુ ચિન્હ તથા ઓળખકાર્ડ સાથે તા.8 થી 12 મે સુધી બીચમાં નિઃશુલ્ક એન્ટ્રી મેળવી શકશે. જેમાં એક સમયે એક એન્ટ્રી મળશે તેવી જાહેરાત પણ મેનેજર શિવરાજપુર બીચ દ્વારા કરવામાં આવી છે.