Gujarat

કર્ણાટકના વિજયપુરમાં ખેડૂતોની ૧૨૦૦ એકર જમીન પર વકફ બોર્ડની નોટિસને લઈને હોબાળો

કર્ણાટકના વિજયપુર જિલ્લામાં વકફ બોર્ડ એક્ટ પર ચર્ચાએ જાેર પકડ્યું છે. જિલ્લા પ્રશાસને કેટલાક ખેડૂતોની જમીનોને વકફમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુન્નરા તિકોટા તાલુકાના હોનવાડા ગામમાં ૧૨૦૦ એકર જમીન વકફ બોર્ડમાં ઉમેરશે. જાે કે ખેડૂતોનું કહેવું છે કે આ અમારી પૈતૃક મિલકત છે.

વિજયપુર જિલ્લાના ખેડૂતોએ જિલ્લાના પ્રભારી મંત્રી એમ.બી. પાટીલને મેમોરેન્ડમ સુપરત કર્યા બાદ કેટલાક ગ્રામજનોને તેમની જમીન વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી નોટિસો મળી હતી. વિવાદ તિકોટા તાલુકાના હોનવાડા ગામમાં ૧,૨૦૦ એકર જમીનનો છે, જ્યાં ખેડૂતોનો આરોપ છે કે સત્તાવાળાઓ આ જમીનને ધાર્મિક સંસ્થા શાહ અમીનુદ્દીન દરગાહ હેઠળ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તહસીલદાર દ્વારા મોકલવામાં આવેલી કથિત નોટિસમાં, અધિકારીઓએ જણાવ્યું છે કે સરકારી રેકોર્ડ મુજબ આ જમીન વકફ બોર્ડની છે. અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ચર્ચાઓ બાદ, સત્તાવાળાઓએ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે પગલાં લીધાં, જેના પરિણામે વિવાદાસ્પદ નોટિસો જારી કરવામાં આવી. ખેડૂતોએ કહ્યું કે અમારા ગામમાં અને અમારા ખેતરોમાં આ નામની કોઈ દરગાહ નથી. સરકારી રેકર્ડમાં અમીનુદ્દીન દરગાહ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઇષ્ટર મેડ હોનવાડા ગામના ૪૩ જેટલા સર્વે નંબરોમાં આ ગામની ૧૨૦૦ એકર જમીન વકફ બોર્ડમાં સામેલ કરવામાં આવશે તે અંગે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. હોનવાડા ગામના ખેડૂત તુકારામ નાલોડેએ જણાવ્યું હતું કે નોટિસમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ જમીન શાહ અમીનુદ્દીન દરગાહની છે, પરંતુ આ દરગાહ સદીઓથી અસ્તિત્વમાં નથી અને અમારો પરિવાર પેઢીઓથી આ જમીનનો માલિક છે.

તેમણે કહ્યું કે લગભગ ૪૧ ખેડૂતોને નોટિસ મળી છે, જેમાં તેમને માલિકીનો રેકોર્ડ આપવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ અમે તેના વાસ્તવિક માલિક છીએ. જાે સરકાર આ નોટિસો પાછી નહીં ખેંચે તો અમે મોટા પાયે વિરોધ કરીશું.

જાેકે, વક્ફ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે નોટિસ ૧૯૭૪ના ગેઝેટ નોટિફિકેશન પર આધારિત છે. વિજયપુર વકફ બોર્ડના એક અધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકારે જમીનને વકફ પ્રોપર્ટી તરીકે ચિહ્નિત કરી હતી અને તે ગેઝેટમાં નોંધાયેલી હતી. જાેકે, કેટલાક ખેડૂતોને ભૂલથી નોટિસ મોકલવામાં આવી હતી.

જાે તેમની પાસે જમીનના માન્ય રેકોર્ડ હશે તો વક્ફ બોર્ડ તેમની સામે કોઈ પગલાં લેશે નહીં. બીજી તરફ, બીજેપી નેતા તેજસ્વી સૂર્યાએ શુક્રવારે જણાવ્યું હતું કે કર્ણાટક રાજ્ય વક્ફ બોર્ડે ઉત્તર કર્ણાટકના વિજયપુરા જિલ્લાના હોનવાડા ગામમાં ખેડૂતોની ૧,૫૦૦ એકરથી વધુ પૈતૃક જમીનની માલિકીનો દાવો કર્યો છે.

બેંગલુરુ દક્ષિણ સાંસદે કહ્યું કે તિકોટા તાલુકાના હોનવાડા ગામના ખેડૂતોને તેમની જમીનને વકફ મિલકત તરીકે જાહેર કરવા નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ કોઈપણ પુરાવા કે સ્પષ્ટતા વગર મોકલવામાં આવી છે. સૂર્યાએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે કર્ણાટકના વક્ફ પ્રધાન બીઝેડ ઝમીર અહેમદ ખાને ડેપ્યુટી કમિશનર અને મહેસૂલ અધિકારીઓને ૧૫ દિવસમાં વક્ફ બોર્ડની તરફેણમાં જમીનની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો છે.