Gujarat

દ્વારકામાં પ૯ વિકલાંગોને ધંધાકીય સહાય કીટનું વિતરણ સંપન્ન

નેશનલ એસોશિયેશન ફોર બ્લાઈન્ડ, જીલ્લા શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા પદમનાભમ મફતલાલ ગ્રુપના સયોગથી વિકલાંગ લોકોને રોજગાર મળી રહે એ હેતુસર હેલ્પકીટ જેમાં રેકડી/ કોસ્મેટીક આઈટમ/ કટલેરી વગેરે અંદાજે રૂા. દસહજાર કિંમતની કીટનું વિતરણ કરવામાં આવેલ.

ખંભાળીયાના અંધજન મંડળના શ્રી પી.એલ. નકુમભાઈ તથા તેમની ટીમને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ઈશ્વરભાઈ ઝાંખરીયા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી અશ્વિનભાઈ ગોકાણી દ્વારા દ્વારકાધીશના ઉપરણા ઓઢાડી તેઓની રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવેલ.