Gujarat

ચોમાસાના દિવસો લગભગ પૂર્ણ થવામાં છે ત્યારે સાવરકુંડલા શહેરમાં શાકભાજીના ભાવ આસમાને

સો ની નોટ તો શાકમાર્કેટમાં શાકભાજીની ખરીદીમાં આંખના પલકારામાં પાણીની જેમ વપરાય જાય. આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું જોવા મળે છે ચોમાસાના દિવસો લગભગ પૂર્ણ અને શિયાળાની શરૂઆત થવા છતાં શાકભાજીના ભાવ આસમાને. ટમેટા, બટેટા, દુધી, તુરિયા જેવા શાકભાજી પણ મોંઘા ભાવના થયા છે.
ડુંગળી અને લસણ સમેત મોટાભાગના શાકભાજી હાલ મોંઘા જોવા મળે છે. એમ ગણીએ તો ચોમાસાના અંતિમ દિવસો અને શિયાળાના પ્રારંભે શાકભાજી સસ્તા હોય છે પરંતુ આ વર્ષે વરસાદને કારણે ધોવાઇ ગયેલ  શાકભાજીના પાકને કારણે યાર્ડમાં જ શાકભાજીની આવક ઓછી જોવા મળે છે. વળી માંગ અને પુરવઠાના નિયમ મુજબ ઓછું ઉત્પાદન પણ ભાવવધારા માટે કારણભૂત ગણી શકાય.
બિપીન પાંધી