બે સિંહો બે પશૂઓના શિકારની ફીરાકમા વીડિયો વાયરલ…ઉના ભાવનગર હાઈવે પર બે સિંહોએ બે પશુનો શિકાર નિષ્ફળ ગયો…સિહોએ હુમલાની કોશિષ કરતા પશુએ ખુદ દૂર ખદેડ્યા…
ઉના ભાવનગર હાઈવે બ્રિજ પાસે રસ્તા પર બે સિંહોએ બે પશુને જોઈ તેના પર હુમલાની કોશિષ કરી હતી. પરંતું પશુએ ખુદ સિંહની સામે દાદ દેતાં સિહોને દૂર ભગાડ્યા હતા. અને શિકાર નિષ્ફળ ગયેલ જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયેલ હતો.
ઉના ભાવનગર રોડ ઉપર આવેલ બાયપાસ બ્રિજ નીચે સર્કલ રોડ પર બે સિંહો શિકારની શોધમાં નીકળ્યા હતા. અને આ રસ્તા પર બે પશુને જોઈ જતાં સિંહોએ ચાલાકીથી પશુની પાછળ ધીમે ધીમે ચાલતા થયા હતા. અને બન્ને પશુ રસ્તા પર ઉભા ત્યારે બન્ને સાઈડમાં સિંહોએ ઘેરી લીધા હતા. જેથી ડરના લીધે બન્ને પશુ રસ્તા પરજ ઉભા રહી ગયા હતા.
ત્યાં સિંહો એ હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ પશુ એ પણ પોતાનો જીવ બચાવવા સિંહની સામે થતાં સિંહ દૂર ભાગ્યો હતો. જોકે આ થોડીક મિનિટો સુધી સિંહના હુમલાની કોશિષ નિષ્ફળ જતાં બન્ને સિંહ ત્યાંથી હાઈવે પર ચાલીને યાજપુર ગામ તરફ જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના હાઈવે પરથી પસાર થતા કાર ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો

