હનુમાન જયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ સાથે બટુક ભોજન પ્રસાદનું કરાયુ આયોજન
હનુમાન ચાલીસા પાઠ સાથે ધાર્મિક ઓનલાઇન ક્વીઝ રમતા બાળકો.
જુનાગઢમાં જલારામ ભક્તિધામ ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ સાથે બટુક ભોજન પ્રસાદનું અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જુનાગઢના દેકારો ગ્રુપ દ્વારા મર્યાાપુરુષોત્તમ ભગવાન રામના ભકત હનુમાનજીના ચિત્રમાં રંગપૂરણી હરીફાઈ યોજવામાં આવી હતી સાથે સાથે દરેક બાળકોએ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સૂત્ર પણ લખ્યાં હતાં અને ઉપસ્થિત તમામ બાળકો પોતાના વાલીઓ પાસે મતદાન અવશ્ય કરાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
સામાન્ય સંજોગોમાં બાળકોની ઉમર પ્રમાણે ધીંગામસ્તી સાથે તોફાન કરતા હોય ત્યારે સ્કૂલમાં શિક્ષકો અને ઘરમાં માતા પિતા અને પરિવારજનો બાળકોને એવું કહેતા હોય છે કે “દેકારો” બંધ કરો, પણ જૂનાગઢનું દેકારો ગ્રુપ બાળકોમાં રહેલ શ્રુસુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળકો વેકેશનમાં કાઇક નવુ શીખે અને મોબાઈલની રમતો અને કાર્ટૂન જોવાને બદલે શહેરી રમતો, મેદાનની રમતો સાથે ડાન્સ, કરાટે અને વિવિધ પ્રકારની રમતો પ્રત્યે આકર્ષિત થાય તેવું આયોજન સાથે વિશેષ સમર કેમ્પ પણ કરવામાં આવે છે.
જેના ભાગ રૂપે હનુમાન જયંતી નિમિત્તે જલારામ ભક્તિધામ ખાતે બાળકોને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સૂત્ર લખવા અને બોલાવવામાં આવ્યાં હતાં સાથે સાથે બાળકોમાં ધાર્મિક સંસ્કૃતિનું પણ સિંચન થાય તે માટે હનુમાનજીના ચિત્રમાં રંગપૂરણી હરીફાઈ યોજવામાં આવી હતી અને બાળકો માટે ખાસ રામાયણનાં અને ધાર્મિક સવાલોના જવાબ માટેની ક્વીઝ હરિફાઈ પણ યોજવામાં આવી હતી જેમાં કુલ 25 કરતા પણ વધુ વ્યક્તિએ ભાગ લીધો હતો અને નિણાર્યક તરીકે જયશ્રીબહેન ગાલીરીયા દ્વારા ભૂમિકા ભજવી હતી અને 12 થી 20 વર્ષ A ગ્રુપમાં કોટક પ્રીનલ પ્રથમ ક્રમાંકે અને ભીમાણી દ્રવ્ય દ્વિતિય ક્રમાંકે વિજાતા જાહેર કરવામાં આવેલ હતાં. જ્યારે 20 વર્ષથી ઉપરની વયના ગૃપ B માટે સરવૈયા જ્યોતિબહેન પ્રથમ ક્રમાંક તેમજ રતનધાયારા શીતલબહેન દ્વિતીય ક્રમાંકે વિજેતા જાહેર કરવામાં આવેલ.
ખાસ દેકારો ગ્રુપના નાના ભૂલકાઓનાં કલબલાટ સાથેના મતદાન અવશ્ય કરશોનાં નારા સાથે જલારામ ભક્તિધામ ગુંજી ઉઠ્યું હતું અને નાના બાળકોએ હનુમાનજીમાં વિવિધ પ્રકારના રંગપૂરી કાગળના ચિત્રનાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં A ગ્રુપમાં પ્રથમ ભટ્ટ પ્રાંજલ, દ્વિતિય કારીયા ધ્રુવી, તૃતીય ભટ્ટ પાલ વિજેતા જાહેર થયેલ હતાં સાથે સાથે B ગ્રુપના પ્રથમ અઢીયા હર્ષ દ્વિતિય સાવલિયા એંજલ, તૃતીય દુવાણી એંજલ વિજેતા જાહેર થયેલ હતા અને દરેક વિજેતાને આકર્ષક ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જયારે સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા તેજલ મણીયાર અને પૂનમ સિરોદરીયા દ્વારા નિભાવવામાં આવી હતી અને ભાગ લેનાર તમામ બાળકોને આકર્ષક સ્યોર ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
દેકારો ગ્રુપનાં ચેતના તન્ના અને નિશા રૂપારેલિયા દ્વારા યોજવામા આવેલ કાર્યક્રમની ઉપસ્થિત પ્રો પી. બી. ઉન્નડકટ્ટ અને પ્રવીણભાઇ પોપટ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો સાથે સાથે જલારામ ભક્તિધામનાં ઉપસ્થિત કાર્યક્રમના સહયોગી દાતા જોબનપુત્રા પરિવારનો પણ સત્કાર સમારંભ યોજાયો હતો અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાગર નિર્મળ દ્રારા કરવામાં આવ્યુ હતુ.જયારે ઉપસ્થિત તમામ માટે ગિરનારી ગ્રુપ દ્વારા ભોજન પ્રસાદનું અયોજન પણ કરવામાં આવ્યુ હતુ.