Gujarat

નંદાલય હવેલીથી પરત ફરતા વૃદ્ધે કાર પરથી કાબૂ ગુમાવી બાઇક, 2 મોપેડ, કારને અથાડી

ગોત્રી નંદાલય હવેલી ચાર રસ્તા પાસે વૃદ્ધ કાર સવારે તેની કાર પરથી કાબુ ગુમાવી દેતા તેને કાર સહિત બાઇક અને બે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધા હતા. સદનસિબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. ત્યારે ઘટનામાં મહિલા તેમજ એક યુવક અને તેના દીકરાને ઈજા પહોંચી હતી. ગોરવા પોલીસે અરજી નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોત્રી જનરલ હોસ્પિટલ હોસ્પિટલ પાસે રાધે ફ્લેટમાં રહેતા 71 વર્ષીય અસીત કાંતિલાલ શાહ મંગળવારે નંદાલય હવેલી ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જોકે તે બાદ તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગળવારે સાંજે સાડા સાત વાગે હવેલીના ચાર રસ્તા નજીક તેઓથી બ્રેકની જગ્યાએ એક્સેલેટર પર પગ પડી ગયો હતો.

કાર પરથી કાબુ ગુમાવી દેતા વૃદ્ધે એક બે મોપેડ, એક બાઇક તેમજ એક કારને અડફેટે લીધી હતી. ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હતી. સાથે જ બાઇકસવાર તેમજ તેની સાથે તેમના છ વર્ષના બાળકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.