Gujarat

જેતપુરમાં પતિના મિત્રએ બિભત્સ માગણી કરતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

જેતપુરની પરિણીતાને અગાઉ એક યુવક સાથે મિત્રતા હોય જે ફોટા યુવકે ઇન્સ્ટાગ્રામમાં અગાઉ મુક્યા હતા.આ ફોટા પતિના મિત્રના હાથે લાગતા તેમણે સોશિયલ મીડિયા પરથી સંપર્ક કરી ત્યારબાદ શરીર સંબંધની માંગણી કરી બ્લેકમેઇલ કરતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ અને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે પતિના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,જેતપુર રહેતા પરિણીતાએ ફરિયાદમાં તેમના પતિના મિત્ર હિમાંશુ મનસુખ મકવાણાનું નામ આપતા તેમના વિરુદ્ધ પજવણી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું બે દિવસથી રિસામણે રહું છું.તેમના લગ્નને ચાર વર્ષ થયાં છે.લગ્ન પહેલા મારે ગોપાલ રાજપુત સાથે મીત્રતા હતી અને અમારા બન્નેના ફોટા તથા સ્ટોરી જે તે સમયે મારા મીત્ર ગોપાલ રાજપુતે બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમા મુક્યા હતા.આ ફોટા અને સ્ટોરી ગોપાલે ઇન્સ્ટાગ્રામમાં ચડાવેલ ત્યારે અમારે બન્નેને વાત થઈ ત્યારે મને તેનાથી કોઈ નારાજગી ન હતી.
લગ્ન બાદ મારા પતિનો મિત્ર હિમાશુ મનસુખભાઇ મકવાણા(રહે.ખોડપરા જેતપુર) અવાર-નવાર મારા પતિ સાથે ઘરે આવતો હતો.હિમાશુની પત્નિ નેહલ મકવાણા મારી બહેન પણી બની ગઈ હતી.જેથી અમારે એક-બીજાના ઘરે આવવા જવાના સબંધો હતા.અમે બન્ને તથા હિમાશુ અને નેહલ સાથે રાજસ્થાન ખાતે છ મહીના પહેલા ફરવા ગયા હતા. ત્યારબાદ આ હિમાશુને મારા લગ્ન અગાઉના મારા મિત્ર ગોપાલ રાજપુતના ફોટો સ્ટોરી કયાંકથી મળી ગઈ ત્યારથી આ હિમાશુ મકવાણા મારી સાથે સ્નેપ ચેટ મારફતે મેસેજ તથા કોલીંગ દ્રારા મારી સાથે શારીરીક સબંધ બાંધવા માટે સંપર્ક કરતો હતો.
તે સ્નેપ ચેટના મેસેજ દ્રારા મને કહેતો હતો કે,જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તારા અને ગોપાલ રાજપુતના ફોટો તથા સ્ટોરી બાબતે હું તારા પતિને જાણ કરી દઈશ.આ ધમકીથી મારૂૂ લગ્ન જીવન બરબાદ કરવા માગતો હોય જેથી કંટાળીને માતાના રુમમાં ફીનાઇલ પી લઈ અને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા માતાએ બારી તોડી બચાવી અને હોસ્પિટલમાં ખસેડી હતી.આ મામલે જેતપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.