Gujarat

લોકસભા ચૂંટણી ટાણે 20.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક મહિલા વોન્ટેડ

લોકસભા ચૂંટણી ટાણે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી 20.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ટ્રાન્સપોર્ટમાં લેબોરેટરી કેમિકલ બીલોની આડમાં લાવેલા સ્કોટલેન્ડ બનાવટનો વિદશી દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને 20.88 લાખની કિંમતનો વિદેશી દારુ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ટ્રાન્સપોર્ટર સાથે મારામારી

વડોદરા શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારીને માર મારતા 4 આરોપી સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. હરદીપસિંહ ગ્રેવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુમન ગ્રેવવાલ, સચિન ગ્રેવાલ, દિપાંશી ગ્રેવાલ અને દિપક ગ્રેવાલે મારી સાથે મારામારી કરીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારી ઓફિસના CCTV પણ તોડી નાખ્યા હતા.

‘જીવતો રહેવા નહીં દઉં’

મારી ઓફિસના જરૂરી કાગળો, હિસાબની બુકો અને બીલ્ટી સહિતની વસ્તુઓ તેમની સાથે લઇ ગયા હતા. સુમનબેને ઉશ્કેરાઇને કહ્યું હતું કે, અમે અમારો હિસ્સો લઈને જ છોડીશું. જો નહીં આપે તો તને જીવતો રહેવા નહીં દઉં. આરોપી સંજય ગ્રેવાલ અગાઉ મારે ત્યાં નોકરી કરતો હતો. આ મામલે મેં હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.