International

મસૂદ પેઝેશ્કિયન બનશે ઈરાનના નવા રાષ્ટ્રપતિ

ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી જેમાં, કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને હરાવીને મસૂદ પેઝેશ્કિયન વધારે મતોથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા હતા. રન-ઓફમાં, પેજેશકિયનને ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા. શુક્રવારે પેજેશકિયન અને જલીલી વચ્ચે સીધો મુકાબલો હતો. આ મેચમાં પેજેશકિયાને શાનદાર જીત મેળવી હતી.

અગાઉ, ત્યાં ૨૮ જૂને પ્રથમ રાઉન્ડનું મતદાન થયું હતું, પરંતુ તે રાઉન્ડમાં કોઈપણ ઉમેદવારને ૫૦ ટકાથી વધુ મત મળ્યા નહોતા અથવા તો સંપૂર્ણ બહુમતી મળી ન હતી. ગયા અઠવાડિયે યોજાયેલા પ્રથમ રાઉન્ડના મતદાનમાં, પેઝેશ્કિયનને લગભગ ૪૨ ટકા વોટ મળ્યા હતા જ્યારે જલીલીને ૩૯ ટકા વોટ મળ્યા હતા. આ પછી, શુક્રવારે ફરીથી ટોચના બે ઉમેદવારો વચ્ચે અંતિમ મુકાબલો યોજાયો હતો. અંતિમ અને નિર્ણાયક મેચમાં કટ્ટરપંથી જલિલી જીતી શક્યા ન હતા અને પેજેશકિયન જીતી ગયા હતા.

ઇબ્રાહિમ રાયસનીનું ૧૯મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થતા ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. જો કે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ ચૂંટણીમાં રાયસીની જીત થઈ હતી અને ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા. પરંતુ રાયચીનું અચાનક દુર્ઘટનામાં મોત થયા ઇરાનમાં ફરી યૂંટણી યોજાઈ. ઇરાનના એક નેતાએ જણાવ્યું કે આ વખતે અગાઉના તબક્કાની તુલનામાં આ વખતે વધુ મતદાન થઈ રહ્યું છે. જે ખુબ ખુશીની વાત કહેવાય.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર મસૂદ પેઝેશ્કિયન પ્રથમ વખત ૨૦૦૬માં તબરીઝથી જ સાંસદ બન્યા હતા. મસૂદ પેઝેશ્કિયન દેશના તબરીઝના સાંસદ હોવા ઉપરાંત આરોગ્ય પ્રધાનની સાથે એક સર્જન પણ છે. ઇરાની મીડિયા અનુસાર મસૂદ પેઝેશ્કિયનને ઉદારવાદી તેમજ સુધારાવાદી નેતા માનવામાં આવે છે.

આ વખતની ચૂંટણીમાં ઈરાનમાં પ્રથમ વખત મુસ્લિમ મહિલાઓ માટે ચળવળ સમાન હિજાબ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. લાંબા સમયથી મહિલાઓ હિજાબનો વિરોધ કરતી આવી છે અને આ વખતની ચૂંટણીમાં એક મુસ્લિમ નેતાએ મહિલાઓને સન્માન આપતા હિજાબના કાયદાનો સૂર ઉઠાવ્યો હતો. મીડિયામાં ચર્ચા છે કે સંભવત આ જ કારણોસર મુસ્લિમ મહિલાઓએ મસૂદ પેઝેશ્કિયનને મત આપતા તેમની જીત થઈ છે.