અમેરિકાના ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી સરકાર માટે એટર્ની જનરલના પદ માટે પામ બોન્ડીની પસંદગી કરી છે. સોશિયલ મીડિયા પર પોતાના નામની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું- બોન્ડીને વકીલાતનો લગભગ 20 વર્ષનો અનુભવ છે. તેઓ હિંસક ગુનેગારો સામે ખૂબ જ કડક છે.
અગાઉ ટ્રમ્પે મેટ ગેટ્ઝને એટર્ની જનરલ બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના આઠ દિવસ બાદ ગેત્ઝે જાતીય સતામણીના આરોપોને કારણે ટ્રમ્પ કેબિનેટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેની સામે સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપો છે.
આ પછી ગેટ્ઝે સોશિયલ મીડિયા પોસ્ટ પર આની જાહેરાત કરી અને કહ્યું કે તેની સામેના આરોપોથી ટ્રમ્પના કામકાજને અસર થશે. તેથી હું આવું ઈચ્છતો નથી.

ગેટ્ઝે પોતાનું નામ પાછુ ખેંચી લીધા પછી તરત જ આ પદ માટે પામ બોન્ડીને પસંદ કરવામાં આવ્યા હતા. પામ બોન્ડી લાંબા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પની નજીક રહેલા સહયોગીઓમાં સામેલ છે. પામ બોન્ડી વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, પામ છેલ્લા 20 વર્ષથી વકીલ છે. બોન્ડીનું ગુનેગારો સામે ખૂબ જ સખ્તાઈ વલણ છે અને ફ્લોરિડાના રસ્તાઓ વધુ સુરક્ષિત બનાવ્યા હતા. ઉપરાંત, ફ્લોરિડાના એટર્ની જનરલનું પદ સંભાળનાર પામ પ્રથમ મહિલા હતા.
પામ 2011 થી 2019 સુધી દેશના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ફ્લોરિડાના એટર્ની જનરલ તરીકે સેવા આપી હતી. ટ્રમ્પના રાષ્ટ્રપતિના પ્રથમ કાર્યકાળ દરમિયાન પામે તેમની કેબિનેટમાં પણ મહત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું. તેમને આ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે.

